Aapnucity News

આજના સમયે એ.આઇ.નો પ્રયોગ કઇ રીતે થાય તેની સમજ અપાઇ

આદિપુર, તા. 23 : કચ્છમાં મચ્છોયા આહીર સમાજ સંચાલિત ટીએમએસડી મહિલા (આર્ટસ એન્ડ કોમર્સ) કોલેજ આદિપુર ખાતે અર્થશાત્ર વિભાગ દ્વારા ડો. ભાવેશ ભટ્ટ (આસિસ્ટન્ટ પ્રોફેસર ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ સાંતલપુર-ગુજરાત)નું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં ડો. ભટ્ટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના અર્થશાત્રની વિદ્યાર્થિનીઓને અર્થશાત્ર વિષયને કઇ દૃષ્ટિથી જોવું, અર્થશાત્રની વિવિધ શાખાઓ, બિહેવિયર ઇકોનોમિક્સ પર ચર્ચા, અર્થશાત્રનું મહત્ત્વ, સંશોધન કાર્ય કઇ રીતે કરવું, સંશોધન માટે વિષય કઇ રીતે પસંદ કરવો, ભવિષ્યમાં ક્યા-ક્યા વિષયે સંશોધન પર કાર્ય થઇ શકે છે. આ તમામ બાબતોની વિસ્તૃત સમજ આપી હતી. સાથે આજના સમયમાં એ.આઇ.નો ઉપયોગ કઇ રીતે કરી શકાય છે તે બાબતે સાથે રહીને શીખીએ. જે કામ કરીએ તે શ્રેષ્ઠ રીતે કરીએ. આ તમામ બાબતોની સમજ આપી હતી. કાર્યક્રમની ભૂમિકા પ્રો. જીનલબેન જાનીએ બાંધી હતી. કોલેજના આચાર્ય ડો. મેહુલ પટેલે આવા કાર્યક્રમો અર્થશાત્રના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વના રહ્યા છે તેવો ઉલ્લેખ કર્યો હતો અને ભવિષ્યમાં પણ આ કોલેજમાં વ્યાખ્યાન આપવા આમંત્રિત કર્યા હતા. આભારવિધિ ભાવિકાબેન ટાંકે કરી હતી. સંસ્થાના પ્રમુખ કિરણભાઇ ખટારિયા અને મંત્રી ઘેલાભાઇ આહીરે કાર્યક્રમને બિરદાવ્યો હતો.

શેર કરો –

Download Our App:

Get it on Google Play