Aapnucity News

આણંદમાં માત્ર 3 ઇંચ વરસાદમાં 20થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયાં

આણંદ શહેરના છેલ્લા એક સપ્તાહથી સામાન્ય વરસાદી છાટાં વચ્ચે ઉઘાડ રહેતા અસહ્ય ગરમીનો અનુભવ વર્તાતો હતો. જો કે શનિવાર મોડી રાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો. જો કે રવિવાર વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. ધીમી ગતિ વરસાદ વરસી રહ્યો હતો. બપોરના 12 થી 3 દરમિયાન ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.જેના કારણે શહેરના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. જેને લઇને નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. રવિવારે સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જેના કારણે શહેરના ગામડીવડ વિસ્તાર, ઇન્દિરા સ્ટેચ્યુ, આઇટીઆઇ પાસે મુખ્ય માર્ગ તેમજ નવા બસ સ્ટેશન નજીક વરસાદી પાણી માર્ગો પરથી દોઢ ફૂટ વહેતા જોવા મળ્યાં હતા.

Download Our App:

Get it on Google Play