Aapnucity News

આણંદ શિવાલયોમાં શિવભક્તોની ભીડ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા.

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ભગવાન શંકરને સમર્પિત મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આ મહિનામાં દરેક સોમવારે ભક્તો ઉપવાસ રાખી ભગવાન શિવના પૂજનઅર્ચન કરે છે. શ્રાવણ માસ દરમિયાન શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને ‘સોમવારના વ્રત’, રુદ્રાભિષેક, બિલપત્ર, ધતૂરા અને જળ અર્પણ જેવા ઉપાયો દ્વારા લોકો ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે. શ્રાવણ માસ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિ અને ચિંતન માટે પણ મહત્વનો સમય છે. ભગવાન શંકરની આરાધના દ્વારા લોકો જીવનમાં શાંતિ, સ્વાસ્થ્ય અને સુખની પ્રાપ્તિ માટે આ શુભ અવસરને શ્રદ્ધાથી ઉજવે છે. આણંદ ના વિવિધ શિવાલયો આજથી શિવભક્તોની ભીડ જોવા મળી હતી. આણંદના ઓમકારેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ મોગર પાસે સોમનાથ મહાદેવ સહિતના મંદિરોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

Download Our App:

Get it on Google Play