Aapnucity News

આણંદ : ૧.૬૯ કરોડ ઉપરાંતની ૬૩૬૮૪ વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું

આણંદ શહેર, ગ્રામ્ય, ખંભોળજ, ઉમરેઠ, ભાલેજ, વિદ્યાનગર, વારાદ તેમજ રલ્વે પોલીસ દ્વારા. કુલ ૧૪૨ ગુનામાં ૯૭૯૮૪ વિદેશી દારૂ-બીયરની બોટલો ઝડપાઈ હતી. જેની કિંમત ૧,૮૯,૭૨,૯૫૪ રૂપિયા જેટલી થવા જાય છે. ઉક્ત મુદ્દામાલનો નાશ કરવા માટે આણંદની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કોર્ટે સમિતિ બનાવીને તેનો નાશ કરવાનો આદેશ કર્યો હતો. જેના આધારે આજે એસડીએમ ડો. મયુર પરમારની આગેવાની હેઠળ ડીવાયએસપી જે. એન. પંચાલ તેમજ તમામ પોલીસ મથકના અધિકારીઓ અને નશાબંધીના અધિકારીઓની હાજરીમાં ઉક્ત તમામ -મુદ્દામાલને આઈસર ટેમ્પામાં ભરીને એકસપ્રેસ હાઈવે નજીક આવેલી બેડવા ગામની સીમમાં લાવવામાં આવ્યો હતો. જેવાં અધિકારીઓની નીગરાની હેઠળ તમામ મુદામાલને જમીન પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને લઈને સ્થળ પર દારૂની નદીઓ વહેવા લાગી હતી.આગ લાગવાની કોઈ ઘટના ના બને તે માટે આણંદ ફાયરબ્રીગેડના ફાયર ફાયટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું.

Download Our App:

Get it on Google Play