Aapnucity News

ખેડા અને માતરમાં હજારો વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રવિવારે મોડી રાતે ભારે વરસાદ વરસતા ખેડા અને માતર તાલુકાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોના ખેતરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા ડાંગર નો પાક સમગ્ર પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રવિવારે મોડી રાતે ભારે વરસાદ વરસતા ખેડા અને માતર તાલુકાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોના ખેતરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા ડાંગર નો પાક સમગ્ર પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા જ ડાંગરની રોપણી કરી હતી. રોપણી કર્યા પછી થોડા દિવસ વરસાદે વિરામ લેતા ખેડૂતો વરસાદની રાહ જોઈને ચિંતામાં મુકાયા હતા. જોકે મોડી રાતે વરસાદ વધારે વરસતા ખેડૂતો. હવે વધારે ચિંતામાં મુકાયો છે. ખેડા અને માતર તાલુકામાં સતત 15 કલાકથી વધુ વરસાદ પડતા હજારો વિધા જમીનોમાં પાણી ફરી વળ્યા છે. જેમાં અમુક ગામોમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા ડાંગર નો પાક ડુબાણમાં જવા પામ્યો છે.

Download Our App:

Get it on Google Play