Aapnucity News

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આંકલાવમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, આંકલાવના વ્યવસ્થાપક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આંકલાવના ધારાસભ્યશ્રી અમિતભાઇ ચાવડાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ. આ પ્રસંગે નાયબ નિયામકશ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, આણંદનાઓની અધ્યક્ષતામા યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેનશ્રી તરીકે મનુભાઈ મેલાભાઇ પઢીયાર તથા વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ મહિડાનાઓની સર્વ સંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી. આ પ્રસંગે આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટરશ્રીઓ (૧) નગીનભાઈ ચંદુભાઈ સોલંકી (૨) દિલીપસિંહ લાલસિંહ પરમાર (૩) હઠીસિંહ દેસાઈભાઈ ઠાકોર (૪) ગોપાલભાઈ મણીભાઈ પઢિયાર (૫) છગનભાઈ બાવસિંહ પઢિયાર (૬) કૌશિકભાઈ રાવજીભાઈ પઢિયાર (૭) વિજયભાઈ રામાભાઈ પઢિયાર તેમજ તાલુકા કોંગ્રેસ મહેન્દ્રસિંહ પઢિયાર અને જીલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકા સભ્યશ્રીઓ, પુર્વ ડિરેક્ટરશ્રીઓ, સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Download Our App:

Get it on Google Play