Aapnucity News

ચેસ દિવસ નિમિત્તે અન્ડર-18 ઓપન ચેસ સ્પર્ધા યોજાઈ

ભુજ, તા. 24 : રિજનલ સાયન્સ સેન્ટર અને સકસેસ ચેસ એકેડમી દ્વારા આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ નિમિત્તે અન્ડર-18 ઓપન કચ્છ ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. એકેડમીના કોચ સંજય દાવડાએ સ્પર્ધકોને ચેસના નિયમોની માહિતી આપી હતી. સ્પર્ધા અંતર્ગત પ્રથમ ઓમ મિત્રી, દ્વિતિય યશ બરવા, તૃતીય પરમ બુદ્ધભટ્ટી, ચોથા ક્રમે વિહાન રાઠોડ અને પાંચમા ક્રમે રિવાંશ બુદ્ધભટ્ટી વિજેતા રહ્યાં હતા. તમામ ભાગ લેનારા ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. રિજનલ સાયન્સ સેન્ટરની છ ગેલેરીની મુલાકાત સાયન્સ કોમ્યુનિકેટર શૈલ પલણ દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ નિમિત્તે જ્યોતિષી એક્ટિવિટી નિતેશ બોખાની દ્વારા કરવામાં આવી હતી. બ્યુનર કેલેન્ડરનો વૈજ્ઞાનિક પરિચય હેત આહીર દ્વારા કરાવવામાં આવ્યો હતો. સ્પેસ મિશન જેમાં લૂના 1થી લઈને ચંદ્રયાન-3 સુધી મોકલવામાં આવેલા મિશનની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેન્દ્રના મેનેજર આરતીબેન આર્ય, યશ જોષી, ક્રિષ્ના સાકરિયા, દિયા પૂજારા તથા અન્ય સ્ટાફે સહયોગ આપ્યો હતો.

Download Our App:

Get it on Google Play