Aapnucity News

જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, આણંદ દ્વારા પાવન શ્રાવણમાં દાતાઓના સહયોગથી ઝુપડપટ્ટીમાં ભોજન અર્પણ કરાયું

જન સેવા અે જ પ્રભુ સેવાના સુત્રને સાર્થક કરવા માટે પાવન શ્રાવણ માસમાં આણંદના ઝુપડપટ્ટીમાં નિવાસ કરતા 200 આબાલ વૃદ્ધ સૌને દાતાઓના સહયોગથી ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ વિપીન પંડ્યા અને મંત્રી સ્મિતાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મિષ્ટાન્ન અને ફરસાણ સહિત સ્વરૂચિ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાવન શ્રાવણ માસમાં પોતાના દિવંગત સ્વજન કનુભાઈ ગોરધનભાઈ પટેલ (આણંદ)ના શ્રેયાર્થે આણંદના અમેરિકા સ્થિત ગં.સ્વ. રેખાબેન કનુભાઈ પટેલ, પ્રિતેશ કનુભાઈ પટેલ, મિતુલ પ્રિતેશ પટેલ, કેનેડા સ્થિત ચંદ્રકાન્તભાઈ ગોરધનભાઈ પટેલ, પ્રતિમાબેન ચંદ્રકાતભાઈ પટેલ વગેરેની ઉદાર સખાવતથી સ્વાદિષ્ટ ભોજનનું વિતરણ કરાતાં લાભાર્થીઓના મુખ પર આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ટુકડે હરિ ઢુકડો એવો સેવાનો મંત્ર આપનાર વિરપુરના મહાન સંત જલારામ બાપામાં આ દાતાઓ પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. તેથી અવાર-નવાર ભોજન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાનની સરવાણી વહાવે છે. જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, આણંદ દ્વારા ચલાવાતી વૃદ્ધ મા-બાપ દત્તક યોજના તથા તેજસ્વી વિદ્યાર્થી દત્તક યોજનામાં પણ આ દાતાઓએ ઉદાર હાથે આ ટ્રસ્ટને દાન અર્પણ કરતા ટ્રસ્ટ દ્વારા દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી શ્રાવણ માસમાં દર સોમવારે ભુલકા સહિત વૃદ્ધોને દાતાઓના સહયોગથી દુધ પણ અર્પણ કરવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર જીતસિંહ માધવસિંહ પરમાર વગેરેનો સુંદર સહયોગ સાંપડ્યો હતો.

Download Our App:

Get it on Google Play