જાગૃતિ મહિલા સમાજ આણંદ અને તનિષ્ક જવેલર્સ તનેરાના સંયુક્ત ઉપક્રમે ચંચળબા ઓડિટોરિયમ ખાતે યોજાઇ સમગ્ર ચરોતર પંથક માં થી ૧૩ મંડળો ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે વાઇસ ઑફ રફી તરીકે જાણીતા શ્રી’ પંકજભાઈ ઓઝા’ અને રાષ્ટ્રીય ચેનલો પર એકર અને સિંગર તરીકે જાણીતા પ્રાચીબેન ફલેમે સુંદર સેવા આપી હતી. આભાર.. સ્પર્ધા માં પ્રથમ રાધેરવિ મંડળ આણંદ, દ્વિતીય સંસ્કાર મંડળ, તૃતીય શિવ શક્તિ મંડળ બોરસદ,અને ચતુર્થ અંબાજી મંડળ વિજેતા જાહેર થયા હતા. વિજેતાઓ મંડળો અને ભાગ લેનાર દરેક મંડળોને હિરલબેન હીમેશભાઇ પટેલ અને માયાબેન દવે તરફ થી આપવામા આવ્યા હતા. જ્યારે લકી ડ્રો અને સરપ્રાઇઝ નામો તનિષ્ક જવેલર્સના માર્કેટિંગ મેનેજર વિવેક વ્યાસ, સંદીપભાઇએ આપ્યા હતા. આ શુભ અવસરે આધસ્થાપક કુસુમબા ની શુભેચ્છા પ્રાપ્ત થઈ હતી વંદનીય કુસુમબાના આશીર્વાદ થી સંસ્થા પ્રગતિ ના માર્ગે ચાલી રહી છે. અને સુનિયોજિત સફળતા પૂર્વક કાર્યક્રમો રી રહી છે. માનનીય મહેમાનો નમસ્કાર ગુજરાત દૈનિક ના મેનેજીંગ તંત્રી ડૉ. કલ્પેશભાઈ પટેલ, નમસ્કાર ગુજરાત દૈનિક ના ચીફ બ્યુરો રમસદ નિમિષાબેન જાની, માયાબેન દવે, શ્રીવિવેકભાઈ વ્યાસ, શ્રી રમેશભાઈ પ્રજાપતિ, સંદીપભાઈ, લીલાબેન પટેલ, પ્રવીણાબેન પંડ્યાએ શોભાવ્યું હતું. પ્રમુખ ભારતીબેન પટેલ નુ પ્રસંગોચિત ઉદબોધન અને મંત્રી સ્મિતાબેન પંડયા સંચાલન પ્રસંશનીય હતુ. ઉપપ્રમુખ સરોજબેન શાહ, કારોબારી સભ્ય સોનલબેન પટેલ, નિશાબેન જાનીને મંચ વ્યવસ્થા, સજાવટઅને નાણાકીય કાર્યો ની જવાબદારી ખજાંચી હર્ષાબેન સુથારે સંભાળી હતી. સંસ્થાના શુભચિંતક અને સહાયક સર્વ દાતાઓનો આભાર..
જાગૃતિ મહિલા સમાજ આણંદ, તનિષ્ક જવેલર્સ-અને તનેરાના સંયુક્ત ઉપક્રમે ચરોતર ઓપન તૃતીય ભજન સ્પર્ધા યોજાઇ
