Aapnucity News

ઠકુરાણી ત્રીજ પર ગોપાલ લાલજી કાચના મોટા હિંડોળે ઝુલાવ્યા

ડાકોરના રણછોડજી મંદિરમાં અષાઢ વદ બીજથી એક મહિના સુધી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહિના દરમ્યાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે. ડાકોર રણછોડજી મંદિરમાં ગઈકાલે ઠકુરાણી ત્રીજના દિવસે કાચના આંભલાના હિંડોળા ભરવામાં આવ્યા હતા. તે પ્રસંગે શ્રીજી મહારાજને નથની પહેરાવી ઠકુરાણી બનાવ્યા હતા. વૈષ્ણવો તેમજ ભાવિક ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Download Our App:

Get it on Google Play