Aapnucity News

ડાકોર કપડવંજ માર્ગ પર ટ્રકની એક્સેલ તૂટી જતા માર્ગ પર ટ્રાફિક જામ

ડાકોર કપડવંજ માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકો અવર-જવર કરતા હોય છે. ત્યારે સોમવારે વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટ્રક અચાનક સાવલી ગામ પાસે ખોટકાયો હતો. જેમાં ટ્રકના આગળના ટાયરની એક્સેલ તૂટી જતા ટ્રક માર્ગ વચ્ચે જ ઉભો થઈ ગયો હતો. જેને લઇ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે ટ્રક ચાલક દ્વારા ભારે જહેમત બાદ ટ્રકની એક્સેલ સરખી કરી ટ્રકને સાઈડમાં ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રક ની એક્સેલ તૂટી જવાના કારણે માર્ગ પર 1 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Download Our App:

Get it on Google Play