Aapnucity News

Breaking News
*એક યુવકને માર મારવામાં આવ્યો અને તેની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું; છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો* તાલગ્રામ: મકાઈ સૂકવતી વખતે, છ લોકોએ મળીને એક યુવકને માર માર્યો અને તેની કારને નુકસાન પહોંચાડ્યું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિતાએ આરોપીઓગુંડાઓએ શારદાનગરના નયાપુરવા ગામના એક દલિત રહેવાસીને મારી નાખવાની ધમકી આપી હતી.રૂમના તાળા તોડીને લગભગ 9 લાખ રૂપિયાના ઘરેણાં અને રોકડ ચોરી ગયા હતા.૧૦૦ થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધોમુખાબદીર દિવ્યાંગ બાળકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજનજિલ્લા મેજિસ્ટ્રેટ ભીતરગાંવના જગન્નાથ મંદિરે પહોંચ્યા અને આશીર્વાદ લીધા

ડાલી પ્રાથમિક શાળાને જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્તઃ રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકનું બહુમાન

સોજીત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાએ “સક્ષમ શાળા” શ્રેણીમાં પોતાના શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શન દ્વારા તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને ખંડ અને જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાની આ સિદ્ધિનો નિમિત્તે રાજ્ય અને ટેકનોલોજી એવોર્ડ વિજેતા શિક્ષક જીગ્નેશભાઈ ગૌતમભાઈ પ્રજાપતિનું સન્માન પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સન્માન સમારંભ આજ રોજ બીએપીએસ બાકરોલ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં નાયબ જિલ્લા દંડક, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણવિદ અને પ્રશાસનના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ ડાલી શાળાની કામગીરીની પ્રશંસા કરી અને જીગ્નેશભાઈના શ્રેષ્ઠ શિક્ષણ સેવાઓને બિરદાવી. ગ્રામ્ય વિસ્તારમાં અભણતા સામે યુદ્ધ કરતી શાળાઓમાં ડાલી પ્રાથમિક શાળાએ જે રીતે અનોખું કાર્ય કર્યું છે તે સમસ્ત શિક્ષણજગત માટે પ્રેરણાસ્ત્રોત રૂપ છે. શાળાના શિક્ષકો અને વિધાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play