Aapnucity News

Breaking News
શ્રાવણ મહિનામાં માલપુરના સાપ્તાહિક બજારની બહાર ગુપ્ત રીતે માંસ વેચવા વિશે માહિતી*BSA એ બ્લોક શિક્ષણ અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારી.પાલિયાના દુધવા ટાઇગર રિઝર્વના ફુલવારિયા ગામમાં 10 ફૂટથી વધુ લાંબો અજગર મળી આવ્યો હતો.સાયબર ક્રાઇમ અટકાવવા માટે પોલીસે બેંક મેનેજરો સાથે સંકલન બેઠક યોજીબિધુના કોલેજમાં ફાઇલેરિયા જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન*અત્રૌલીમાં કરોડોના બજેટથી બનેલ ટાંકી જમીન પરથી ગાયબ* – કિશનપુર ગામના જૂના ટાંકીનો ફોટો પોર્ટલ પર અપલોડ કરીને 36 લાખ ઉપાડી લીધા, RTIમાં પણ વિલંબ તાલગ્રામ: પાણી પુરવઠા મિશન હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તાલગ્રામ બ્લોકના ગ્રામ પંચાયત અત્રૌલીમાં સૌર ઉર્જાથી ચાલત

નડિયાદમાં 46 લાખના વિદેશી દારૂનો પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરાયો

નડિયાદમાં પોલીસે જપ્ત કરેલા 46 લાખ 7 હજાર રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પીજ ચોકડી ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અગાઉ બાતમીના આધારે વિવિધ રેડ દરમિયાન આ દારૂ જપ્ત કર્યો હતો. નડિયાદ ડિવિઝનની હદના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા કુલ 19,500 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. નડિયાદ પીજ ચોકડી ખાતે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને સંપૂર્ણ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નડિયાદ ડીવાયએસપી, નડિયાદ ટાઉન પી.આઈ., ચકલાસી પી.એસ.આઈ. તેમજ વડતાલ પી.આઈ. હાજર રહ્યા હતા. આ કાર્યવાહી ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણના ભાગરૂપે કરવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play