કોટડા (ચકાર), તા.23 : કોટડા પંચાયતથી અલગ થયેલી જાંબુડી ચકાર ગ્રામ પંચાયતે પ્રથમ કામની શરૂઆત ગંગેશ્વર મહાદેવ મંદિરના વિકાસકામોથી કરી હતી. કોટડા ઉગમણા જુથ ગ્રામ પંચાયતમાંથી અલગ થયેલી જાંબુડી જુથ પંચાયત દ્વારા ભુખી નદીના કાંઠે ગંગાજીનાં સ્થાને આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર પરીસરમાં 50 હજાર લીટરની ભુગર્ભ પાણીની ટાંકી તથા સાધુ-સંતો, ભાવિકો માટે શૌચાલય સહિતના વિકાસકામો શરૂ કરતા શિવભક્તોમાં ખુશી ફેલાઈ હતી. ભૂગર્ભ ટાંકીના કામનું પૂજન ધનગરભાઈ ગુંસાઈએ કર્યું હતું. સરપંચ ખીમજીભાઈ ખરેટ, ઉપસરપંચ રાયબભાઈ સુમરા, પરીસરની ધર્મશાલાના દાતા મહેન્દ્રસિંહ જાડેજા, પંચાયત સભ્યો સાગર ગઢવી, મનજી ખરેટ, રઘુભા જાડેજા, દિગુભા જાડેજા, અનિલ ગઢવી, સંદીપ ગુંસાઈ, તલાટી અલ્પેશ માકાણી, હકુમતસિંહ જાડેજા, તિલાટ પરિવારના વિજયસિંહ જાડેજા સહિત ચકાર, જાંબુડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શેર કરો –