Aapnucity News

નાવલી એનસીસી લીડરશીપ એકેડેમીમાં અગ્નિ જાગૃતિ તાલીમ

યુવા પેઢીમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના હેતુથી આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા નિયમિતપણે વિવિધ શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને ફાયર અવેરનેસ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસે નાવલી ખાતે આવેલી NCC લીડરશીપ એકેડેમીમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે 400 જેટલા NCC કેડેટ્સને માહિતી આપી હતી. તેમણે કેડેટ્સને આગના વિવિધ પ્રકારો વિશે સમજાવ્યું હતું. આગ બુઝાવવાની પ્રાથમિક પદ્ધતિઓની પણ માહિતી આપી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી કામગીરીથી પણ કેડેટ્સને અવગત કરાવ્યા હતા. કટોકટીના સમયે બચાવ કામગીરીની તકનીકો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ (ERV)માં રહેલા સાધનોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ તાલીમથી NCC કેડેટ્સને કટોકટીના સમયે કેવી રીતે પ્રતિસાદ આપવો તેની સંપૂર્ણ જાણકારી મળી હતી.

Download Our App:

Get it on Google Play