Aapnucity News

Breaking News
પ્રેમી યુગલે ઝેર પીધું, આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયોભારતીય કિસાન યુનિયન અવધેશના અધિકારીઓએ ગત કિસાન મહાપંચાયતમાં વીજળી વિભાગને અલ્ટીમેટમ આપ્યું હતું કે વીજળી વિભાગના અધિકારીઓએ એક અઠવાડિયામાં ખેડૂતોના બિલની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો વીજળી વિભાગે એક અઠવાડિયા પછી કાર્યવાહી કરવી જ9 વર્ષ પછી પણ કેનાલ પ્રોજેક્ટ અધૂરો, ખેડૂતો નિરાશ. સંવાદદાતા, જાગરણ, કસાબા તાલગ્રામ જલાલાબાદ: ડાર્ક ઝોન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ કેનાલ પ્રોજેક્ટ 9 વર્ષ પછી પણ પૂર્ણ થયો નથી, જેના કારણે ખેડૂતો ભારે નિરાશામાં છે.હનુમાન ધામમાં હરિયાળી તીજની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. સૌરીખ પ્રાચીન હનુમાન ધામ અને રામ જાનકી મંદિર ગામ સરવાઈમાં મહિલાઓએ હરિયાળી તીજનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. માતાઓ અને બહેનોએ આશ્રમમાં ઝૂલા લગાવ્યા અને લીલા વસ્ત્રોમાં ઝૂલવાનો આનંદ માણ્યો. કેટ* ચોરોએ ઘર અને દુકાનના તાળા તોડીને હજારો રૂપિયાનો સામાન ચોરી લીધો * તાલગ્રામ: તાલગ્રામ વિસ્તારમાં ચોરોની ધાકધમકી દિવસેને દિવસે વધી રહી છે. ગઈકાલે રાત્રે નિર્ભય ચોરોએ એક ઘરના દરવાજાનું તાળું અને બાઇક રિપેર શોપનું શટર જેકથી તોડીને હજારો રૂપિયાનો સામાન ચોરી*મદરેસા સત્તારિયામાં મિસાઇલ મેન ડૉ. અબ્દુલ કલામને યાદ* – દેશભક્તિનો અવાજ ગુંજી ઉઠ્યો તાલગ્રામ: રવિવારે મદરેસા સત્તારિયા દારુલ ઉલૂમ નિસ્વાનમાં ભારત રત્ન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું

પૂર્વ કચ્છમાં દોડતાં તોતિંગ વાહનો બન્યાં બેફામ

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 25 : પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને ગાંધીધામથી સામખિયાળી-આડેસર સુધી તથા અંજાર સુધીના માર્ગ ઉપર દોડતાં તોતિંગ વાહનો બેફામ બન્યાં છે. આવામાં જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસ માત્ર પ્રસાદી લેવામાં જ વ્યસ્ત હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. વિકાસની પાંખ ઉપર સવાર થઇને ઊડી રહેલા આ જિલ્લામાં બે બંદરગાહ, મહાકાય કંપનીઓ અને મીઠાની કંપનીઓમાં લોડિંગ-અનલોડિંગ થતાં વાહનોમાં ઓવરલોડ માલ ભરાય છે. અહીં વિકાસની સાથોસાથ વિનાશ પણ આવ્યો છે. વાહનવ્યવહાર વધી જતાં અને કમાવી લેવાની લ્હાયમાં અમુક ટ્રાન્સપોર્ટરો વાહનોમાં નિયત જથ્થા કરતાં વધુ માલ ભરતા થયાં છે. જેના કારણે અનેક વખત જીવલેણ અકસ્માતો સર્જાયા છે. ગાંધીધામથી સામખિયાળી, આડેસર, ભચાઉ, અંજાર સુધીના માર્ગ ઉપર આવા અનેક બનાવો બન્યા છે, જેમાં અનેક માનવજીવન ખપ્પરમાં હોમાઇ ગયા છે. માતેલા સાંઢની માફક દોડતાં વાહનો લોકોનાં જીવન પૂર્ણ કરી નાખે છે. ત્યાં સુધી પોલીસ કે આર.ટી.ઓ. તંત્રની આંખ ઊઘડતી જ નથી. જિલ્લા-સિટી ટ્રાફિક પોલીસ ટ્રાન્સપોર્ટરો, મોટા ઉદ્યોગો પાસેથી પ્રસાદી ઉઘરાવવામાં વ્યસ્ત રહેતી હોવાના અગાઉ આક્ષેપ લોકોએ કર્યા છે તેમજ આર.ટી.ઓ. તંત્ર પણ હળવેકથી ખિસ્સાં ભરી આંખ આડા કાન કરતું હોવાના પણ આરોપ મુકાયા જ છે. અમુક અધિકારીઓ તો ચેકપોસ્ટ પાસેથી થેલા ભરીને લઇ જતા હોવાના આક્ષેપ પણ અગાઉ થઇ ચૂક્યા છે. ગાંધીધામના કાસેઝથી ચુંગીનાકા સુધીના ઓવરબ્રિજ, સર્વિસ રોડ ઉપર તોતિંગ વાહનો ઊભા રાખવામાં આવે છે. પોલીસની આ બંને શાખાઓમાં વર્ષોથી અમુક પોલીસકર્મીઓ ચીટકીને બેઠા છે પરંતુ ગમે તે કારણે આવા કર્મીઓ દૂર કરાતા નથી અને જો બદલી થાય તો પરત આવીને જામી જતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. – બેફામ છકડા-લકઝરી બસો : ગાંધીધામ – આદિપુર – અંજારમાં છકડાચાલકો મુસાફરોને ઉપાડવા માટે દોટ મૂકે છે અને ગમે ત્યારે ગમે ત્યાં બ્રેક મારતા હોય છે, તો લકઝરી બસોમાં પણ મુસાફરોને ઠસોઠસ ભરવામાં આવે છે. આદિપુરમાં બસ સ્ટેન્ડ પાસે છકડાઓના કારણે વળાંક બંધ થઇ જતાં વાહનો પસાર થઇ શકતા નથી. આ બધું નજરો સમક્ષ થતું હોવા છતાં આંખ આડા કાન કરાય છે. – આવારા તત્ત્વોનો ત્રાસ : પૂર્વ કચ્છના ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદિપુર વગેરે જગ્યાએ અમુક આવારા તત્ત્વો દ્વિચક્રી વાહનોમાં મોટાં હોર્ન લગાડીને ફરી રહ્યા છે. આવાં વાહનોનાં હોર્ન કૂતરાંની જેમ ભસતાં જ રહે છે. અચાનક આવાં હોર્ન વાગતાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો રીતસરના ડરી જતા હોય છે. તીવ્ર ગતિએ દોડતા આવા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. બીજી બાજુ અનેક આવારા તત્ત્વો રાત પડે અને બુલેટના ફટાકડા ફોડતા હોય છે. રાત્રિના ભાગે આવા તત્ત્વો બેફામ બનતા હોય છે. આ તમામ શિરદર્દ સમાન સમસ્યાઓ અંગે પોલીસ-આરટીઓ આળસ મરડીને યોગ્ય પગલાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. – શહેરની મુખ્ય બજારમાં હકડેઠઠ વાહનો પાર્ક કરાય છે : આ શહેર સંકુલમાં ટ્રાફિક વ્યવસ્થા જેવું કાંઇ હોય જ નહીં અને ટ્રાફિક ભગવાન ભરોસે હોય તેમ આ સંકુલની બજારોમાં આડેધડ પાર્કિંગ કરાય છે. સમ ખાવા પૂરતી ટ્રાફિક પોલીસ ક્યાંય નીકળતી ન હોવાનું જાણકાર લોકોએ જણાવ્યું હતું. માત્ર પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા દ્વિચક્રી વાહનચાલકો સામે દંડો ઉગામાય છે. સંકુલમાં છેલ્લા સાતેક વર્ષથી ટોઇંગની કામગીરી બંધ કરવામાં આવી છે. સુસ્ત હાલતમાં રહેલી ટ્રાફિક શાખાને જગાડવાની જરૂરત હોવાનું લોકો જણાવી રહ્યા છે. જે જગ્યાએ ટ્રાફિક પોઇન્ટ છે ત્યાં ટી.આર.બી. ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવાની જગ્યાએ વાહનચાલકોને રોકવાનું કામ કરતા હોય છે. અનેક પોઇન્ટ ઉપર આવા કર્મીઓ છાંયડે બેસે છે અને ટ્રાફિક ભગવાન ભરોસે રહે છે. અમુક ટી.આર.બી. કે કર્મીઓ મોબાઇલમાં વ્યસ્ત જણાતા હોય છે. – વાહનોના થપ્પા છતાં કાર્યવાહી નહીં : ગાંધીધામના રેલવે મથકની સામે ટ્રાફિક ચોકી નજીક છકડા, જીપડા, તૂફાન, ખાનગી બસોના થપ્પા લાગેલા હોય છે, તો બીજી બાજુ મહાપાલિકા પાસે મોટી ખાનગી બસો ધરાર ઊભી રહેતી હોય છે. શહેરમાં મોટાં વાહનોને પ્રતિબંધ હોવા છતાં ખડકલા લાગેલા હોય છે, તેમજ આદિપુરમાં બસ સ્ટેન્ડ આસપાસ ટાગોર રોડ જાણે ખાનગી વાહનોનું પાર્કિંગ સ્ટેશન હોય તેમ વાહનો ઊભા રખાય છે. પોલીસના વાંકે ટાગોર રોડ અડધા ઉપરનો વણવપરાયેલો રહે છે. નવી ચોકીમાં ટી.આર.બી. આખો દિવસ બેઠા રહેતા હોય છે. ટ્રાફિક ભગવાન ભરોસે હોય છે. – અનેક વાહનોમાં એચ.એસ.આર.પી. પ્લેટ નહીં છતાં કાર્યવાહી નથી થતી : પૂર્વ કચ્છમાં ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચવાળી ગાડીઓ બેફામ દોડે છે, જૂનાં વાહનોમાં પણ પ્લેટ લગાડવામાં નિયમનો ઉલાળિયો કરાય છે. બેનંબરી ધંધાર્થીઓ તથા ખુદ પોલીસ કર્મીઓનાં વાહનોના કાળા કાચ નજરે પડે છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play