Aapnucity News

Breaking News
બદાયૂં બિનાવર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક કિશોરી પર સામૂહિક બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.પૂર્વ સૈનિક રવિન્દ્ર સિંહનું નિધન, વિસ્તારમાં શોકનું મોજુલખીમપુર: સાંજે આંબેડકર પાર્ક પાસે ભારે ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈપ્રેમી યુગલે ઝેર પીધું, આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયોભારતીય કિસાન યુનિયન અવધેશના અધિકારીઓએ ગત કિસાન મહાપંચાયતમાં વીજળી વિભાગને અલ્ટીમેટમ આપ્યું હતું કે વીજળી વિભાગના અધિકારીઓએ એક અઠવાડિયામાં ખેડૂતોના બિલની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો વીજળી વિભાગે એક અઠવાડિયા પછી કાર્યવાહી કરવી જ9 વર્ષ પછી પણ કેનાલ પ્રોજેક્ટ અધૂરો, ખેડૂતો નિરાશ. સંવાદદાતા, જાગરણ, કસાબા તાલગ્રામ જલાલાબાદ: ડાર્ક ઝોન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ કેનાલ પ્રોજેક્ટ 9 વર્ષ પછી પણ પૂર્ણ થયો નથી, જેના કારણે ખેડૂતો ભારે નિરાશામાં છે.

પેટલાદના ચાંગા ગામમાં વધુ 3 સાથે કમળાના દર્દીઓની સંખ્યા 24 પહોંચી

પેટલાદ તાલુકાના ચાંગા ગામને કમળાના રોગે ભરડો લીધો છે. ત્યારે આજે વધુ ૩ કેસ સાથે દર્દીઓની સંખ્યા ૨૪ સુધી પહોંચી છે. પીવાના પાણીની લાઈનમાં ૧૧ લિકેજ પૈકી હજૂ બે લિકેજ રિપેર કરવાના બાકી છે. ત્યારે તંત્રની ઢીલી કામગીરીના કારણે કમળાનો રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પેટલાદ તાલુકાનું ચાંગા ગામના વ્હોરવાડ, માતરીયુ ફળિયું, જનતા કોલોની જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ગતરોજ કમળાના ૨૧ કેસ મળી આવ્યા હતા. આજે ચાંગા ગામેથી કમળાના વધુ ૩ કેસ મળી આવ્યા છે. જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગુરૂવારે આરોગ્યની ૯ ટીમોમાં ૨ મેડિકલ ઓફિસર અને ૨૪ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા ૧૫૫૨ ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવા ઉપરાંત ૩૯ ઓઆરએસ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે પણ ટીમ દ્વારા ૨૨૨૪ ક્લોરીન ટેબલેટ અને ૫૧ ઓઆરએસ પાવડરનું વિતરણ કરાયું હતું.

Download Our App:

Get it on Google Play