Aapnucity News

પેટલાદની ધર્મજ ચોકડી પાસે તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા

પેટલાદ માર્ગ મકાન વિભાગ દ્વારા પેટલાદની ધર્મજ ચોકડી પાસે દબાણકર્તાઓ પર તવાઈ બોલાવી છે. આજે ધર્મજ ચોકડીના પેટલાદ-ખંભાત રોડ સહિત ચોકડીની આસપાસ કાચા પાકા દબાણોને દૂર કરવા માટે માર્ગ મકાન વિભાગની દબાણશાખાની ટીમે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કર્યવાહી હાથ ધરી હતી.આજરોજ સવારે ૧૧:૦૦ કલાકે પેટલાદની ધર્મજ ચોકડીની આસપાસ વિવિધ માર્ગો ઉપર પાકા ઓટલા અને કેબિનોના દબાણો ખડકાયા હતા. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૫૦ થી વધુ દબાણો જેસીબી દ્વારા હટાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પેટલાદ પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, રૂરલ પીએસઆઈ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરાયા હતા.

Download Our App:

Get it on Google Play