Aapnucity News

બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું

બોરસદ શહેરના સૈયદ ચકલા, રબારી ચકલા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકાની સફાઈ વિભાગની બેદરકારીને કારણે ચોમાસામાં ગંદકીના ઢગલા કોહવાઈ જતા દુર્ગંધ ફેલાઈ છે. રસ્તા ઉપર ગટરના લિકેજ દૂર નહીં કરતા આ વિસ્તારના લોકો પાણીજન્ય રોગના ભરડામાં સપડાયા છે. બે દિવસથી બાળકોમાં કમળાના રોગના લક્ષણો મળ્યા હતા. બાદમાં ધીમે ધીમે રોગ પ્રસરી જતા આજે પાંચ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. ત્યારે ૧૪થી વધુ દર્દીઓ આણંદ જિલ્લાના વિવિધ ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા હોવાનું તેમજ બે દર્દીઓ વડોદરા ચેપી રોગના દવાખાનામાં સારવાર અર્થે ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આણંદ જિલ્લાની ૧૨ કર્મચારીઓ સાથેની ૪ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેબલેટ, ઓઆરએસ પાવડરના વિતરણ સહિત સારવાર સંદર્ભે કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Download Our App:

Get it on Google Play