Aapnucity News

મઢ જાગીરમાં અઢી દાયકાથી ટ્રસ્ટી પદે અપાયેલી સેવાને બિરદાવી સન્માન

માતાનામઢ, તા. 23 : માતાનામઢ જાગીર ટ્રસ્ટમાં છેલ્લા અઢી દાયકાથી ટ્રસ્ટી પદે સેવા આપનારા ખેંગારજી વેલુભા જાડેજાનું મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહ તથા કચ્છ રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજાના હસ્તે સન્માન કરાયું હતું. આ અવસરે યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, 81 વર્ષની વયે પણ તેઓ માતાજીની સેવા કરી રહ્યા છે. છેલ્લા અઢી દાયકાથી સેવાના ભેખધારી ખેંગારજીભાઇની અધ્યક્ષતામાં અનેકગણી વ્યવસ્થાઓ તેમજ યાત્રિકોમાં વધારો થયો છે. ટ્રસ્ટના નેજા હેઠળ શૈક્ષણિક કાર્યો, આરોગ્ય ક્ષેત્રે, મેડિકલ કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાઇ રહી છે. સ્વાધ્યાય પરિવાર કચ્છ સાથે પણ દાયકાઓથી જોડાયેલા હોવાનું ઉમેર્યું હતું. કચ્છ રાજવી પરિવારના હનુવંતસિંહ જાડેજાએ કચ્છી પાઘ પહેરાવીને ખેંગારજી જાડેજાનું સન્માન કર્યું હતું. મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવાએ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. મઢ જાગીરના ટ્રસ્ટી વિનોદભાઇ સોલંકી, ચત્રભુજભાઇ ભાનુશાલીએ પણ તેમનું સન્માન કર્યું હતું. ઓધવરામ સેવા સમિતિના કૃણાલભાઇ કટારિયા, મઢના વેપારી અગ્રણી અરવિંદભાઇ શાહ, કનુભા સોઢા, જિતેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા, ભભૂતસિંહ રાઠોડ, પ્રતાપસિંહ સોઢા, સંપતભાઇ રાઠવા, મનોજભાઇ સામલ, દશરથસિંહ જાડેજા, ભવાનભાઇ વાળંદ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરો –

Download Our App:

Get it on Google Play