Aapnucity News

માંડવીના માર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા

બુધવારે માંડવીના પ્રવેશ માર્ગે ધાર્મિક પ્રસંગને લઇ ટ્રાફિકજામ થયો હતો. બાયપાસના રસ્તાનું કામ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલે છે. આથી ભારે વાહનો કન્ટેઈનર સાથેના તેમજ ટેન્કરો, બસોના કારણે નાના-મોટા વાહનો ફસાઇ ગયાં હતાં, જેથી કલાકો સુધી ટ્રાફિકજામ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક નિયમન કરવામાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ હતી. દૃશ્યમાં પુલ પરનો ટ્રાફિક જામ જોઇ શકાય છે. આ ઉપરાંત દહીંસરામાં પણ રખડતા ઢોરોનાં કારણે ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. સરકારી તંત્ર આ સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી લોક લાગણી પ્રબળ બની છે. (તસવીર : ભરત મહેતા, નરેન્દ્ર ચૌહાણ)

શેર કરો –

Download Our App:

Get it on Google Play