Aapnucity News

રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય : આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 39 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 25 જુલાઈથી 29 જુલાઈ સુધી પડશે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને 23થી 26 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જુલાઈના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે.ત્યાર બાદ વરસાદ એક લાંબા વિરામ પર જઈ શકે છે.

Download Our App:

Get it on Google Play