Aapnucity News

રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનનો શપથવિધિ સમારોહ યોજાયો

રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનનો રોટરી વર્ષ 2025-26નો શપથવિધિ સમારોહ ભગવતી ગ્રીન લાંભવેલ રોડ આણંદ ખાતે યોજાઈ ગયો.આ પ્રસંગે પ્રમુખ તરીકે રો.મિહિરભાઈ પટેલ (શ્રી રામ બિલ્ડર ),સેક્રેટરી તરીકે રો. કો. રવિભાઈ ગાંધીએ શપથ લીધા હતા .પદગ્રહણ વિધિ રો . ડી.3060 ના ડિસ્ટ્રીટીક ગવર્નર અમરદીપ સિંહ બુનેટ અને કમલજીત કૌર બુનેટ દ્વારા કરવામાં આવી હતી.
આ સમારોહમાં રોટરી ડિ.3060 ના પૂર્વ ગવર્નર નિહિરભાઈ દવે, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરંજનભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ (ધારાસભ્ય સોજીત્રા ), સીવીએમ જોઈન્ટ સેકેટરી મેહુલભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ.જયેશભાઈ પટેલ ,વિવિધ જાણીતા ઉદ્યોગપતિઓ,તબીબો સહિત આણંદ રાઉન્ડ ટાઉનના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા .
આ સમારંભમાં અન્ય કલબો જેવી રોટરેક્ટ કલબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ તરીકે રો. શુભમ ભાઈ દવે., સેકેટરી. મૌલી પરીખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા .ઇન્ટરેક્ટ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનમાં પ્રમુખ અને સેક્રેટરી તરીકે જીયા પટેલ તેમજ ઇનરવ્હીલ પ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રમુખ મિહિરભાઈ પટેલે તેમના આગામી વર્ષની નીતિઓ અને કામગીરી વિશે સૌને માહિતગાર કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોટરેક્ટર આદિત્ય, રોટરેક્ટર ઝીલ, રોટેરીયન ઉમાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ .

Download Our App:

Get it on Google Play