કેરા, (તા.ભુજ), તા. 24 : ચોવીસીનાં ગામો વચ્ચે રવિવારે સમાજ આયોજિત મેટ કબડ્ડીમાં સુખપરને હરાવી માંડવી વિજેતા થઈ હતી, જેમાં 10 ટીમે ભાગ લીધો હતો અને મહિલા કબડ્ડીની જાહેરાત કરાઈ હતી કચ્છી લેવા પટેલ યુવક સંઘ આયોજિત 10 ટીમ વચ્ચેની સ્પર્ધા માંડવીએ જીતી લીધી હતી. આગામી ડિસેમ્બરમાં યોજાનારા સમાજની મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનાં 25 વર્ષની ઉજવણીના `સેવા પર્વ’ નિમિત્તે યોજાયેલી સ્પર્ધા ભારે રોમાંચક બની હતી ભાગ લેનારા સુખપર-એ, કેરા-કુંદનપર, દહીંસરા, માંડવી, નારણપર, કોડકી, સુખપર-બી, સરલી, સામત્રા અને માધાપરે જોરદાર ટક્કર આપી હતી. કુલ 23 મેચ રમાઈ હતી. સેમી-ફાઈનલ કોડકી સામે સુખપર-એ, માંડવી સામે કેરા-કુંદનપર વચ્ચેરમાઈ હતી, જેમાં માંડવી અને સુખપર ફાઇનલમાં પહોંચી હતી. શ્રેષ્ઠ ચડાઈ ગોરસિયા અલ્પેશ- સુખપર, શ્રેષ્ઠ ક્ષેત્રરક્ષક હિરાણી રજનીશ- માંડવી જાહેર થયા હતા જેને સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, ટ્રસ્ટી વસંત પટેલ, સમાજના રમતગમત મંત્રી રામજી સેંઘાણી, યુનિવર્સિટીના સેનેટ કેસરાભાઈ પિંડોરિયા, હંસાબેન હરસિયાણીના હસ્તે ટ્રોફી અપાઈ હતી. મેટ દાતા ધનસુખભાઈ સિયાણી, નીલેશ સિયાણીની નોંધ લેવાઈ હતી. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, રવજી કેરાઈ, દાતા નાનજી પિંડોરિયા, રવજી ગોરસિયા, વિજયભાઈ, વિનોદ પિંડોરિયા, રવજી ખેતાણી, હરીશ સૂર્યવંશી, ગાવિંદ હાલાઈ, કસ્તુર ગોરસિયા, ગોપાલ પ્રેમજી, મનિષા પટેલ, અર્પિતા વેકરિયા સહિત યુવક સંઘના મંત્રી રમેશ વરસાણી સાથે યુવક સંઘની સમગ્ર ટીમ, માંડવી સમાજના ટ્રસ્ટીઓ સુનીલ ભુડિયાની ટીમ સાથે યુવા અગ્રણી રાજેશ પિંડોરિયા અને આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના છાત્રો, વ્યાયામ શિક્ષકો સચિન વાઘડિયા, મેહુલભાઈ તથા અન્ય પ્રશિક્ષક યુવતીઓ સહયોગી રહ્યા હતા.
શેર કરો –