શ્રાવણ માસના આજે પહેલા દિવસની વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠયાં હતાં . શિવભક્તોએ દેવધિદેવ મહાદેવને જળાભિષેક, બિલીપત્ર ચઢાવી પૂજાવિધી કરીને ધન્યતા અનુભવી હતી. આણંદ, પેટલાદ, બોરસદ , ઉમરેઠ સોજિત્રા તારાપુર અને ખંભાત તાલુકાના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં દેવાધિદેવ દેવ ભગવાન શિવજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી . આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આવેલા શિવમંદિરોમાં પહેલા સોમવારે શ્રદ્ધા અને ઉમંગભેર શિવ ઉપાસના કરવામાં આવી હતી. આણંદમાં આવેલ પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિરમાં પૂજાવિધિ અને દર્શનનો મોટી સંખ્યામાં શિવભક્તોએ લ્હાવો લીધો હતો. આ ઉપરાંત લોટેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, સમવેશ્વર મહાદેવ, કૈલાસશનાથ મહાદેવ, રાધાકૃષ્ણ મંદિરમાં આવેલ શિવમંદિરમાં મહાશિવરાત્રી પર્વ નિમિતે જળાભિષેક, મહાપૂજા, ચારપ્રહરની પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
શિવ શંભુ શરણમ્ , તત્ર સર્વત્ર હર હર મહાદેવઃ શ્રાવણ માસના પહેલા સોમવારથી જ શ્રદ્ધાળુઓ શિવમય
