અણંદ સમગ્ર શિક્ષા દ્વારા આણંદ જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં “સક્ષમ શાળા ” એપ્લિકેશનના માધ્યમથી બેઝલાઇન સર્વે હાથ ધરવામાં આવેલ. તેમાં વર્ષ 2024 25 દરમ્યાન બાળકોએ સ્વચ્છતા, હરિયાળી, પાણી, શૌચાલય, આરોગ્ય, જમીન, સલામતી અને વર્તન પરિવર્તન સાથે ગુણોનું સંવર્ધન કરી સક્ષમ શાળા નું નિર્માણ કરેલ છે. આ સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત ઓવરઓલ કેટેગરીમાં જીલ્લા કક્ષાએ એમ.વી.એસ હાઇસ્કૂલ સારસાએ “સક્ષમ શાળા” એવોર્ડ માં દ્વિતીય સ્થાન મેળવેલ છે. જેમાં શાળાને રૂપિયા 21,000(એકવીસ હજાર) ના ચેકનો પુરસ્કાર, પ્રમાણપત્ર અને શીલ્ડ એનાયત કરવામાં આવેલ છે. શાળાને આ સિદ્ધિ મેળવવા બદલ સારસા કેળવણી મંડળ સારસાના ચેરમેન શશીકાંતભાઈ પટેલ, મંત્રી હિતેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના હોદ્દેદારઓએ શાળાના આચાર્ય સંદીપકુમાર પટેલ, શાળા પરિવાર તથા સમગ્ર વિદ્યાર્થી આલમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
સક્ષમ શાળા” તરીકે એમ.વી.એસ.હાઈસ્કૂલ સારસાનું ગૌરવ
