Aapnucity News

સોજીત્રાની હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ : સરસામાન બળીને ખાખ

સોજીત્રા શહેરના નવાઘરા પાસે આવેલા શ્રી નીલકંઠ ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાનમાં ગઈકાલે રાત્રીના સુમારે એકાએક આગ લાગતા સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ૮૦ થી ૯૦ લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાઘેશ્યામ નરસિંહભાઈ પટેલની સોજીત્રા નગરના નવાઘરા પાસે શ્રી નીલકંઠ ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાન આવેલી છે.જેમાં ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે એકાએક આગ લાગી હતી. દુકાનમાં પ્લાયવુડ સહિત લાકડાની સીટો વગેરે હોય તોડી ક્ષણોમાં જ આગે પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ સોજીત્રા ફાયરબ્રીગેડને કરવામાં આવતાં તેઓ તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો મારો. ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લપકારા મારતી આગ પ્રથમ માળેથી બીજા માળ સુધી પ્રસરી. -જવા પામી હતી. જેને લઈને મેજર કોલ જાહેર કરતાં જ આણંદથી ચીફ ફાયર સુપ્રીટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોરની આગેવાની. હેઠળ બે ફાયર ફાયટરો, બોરસદ અને પેટલાદનું ફાયર ફાયટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ચારે બાજુથી ૫-ઘણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજા માળ સુધી પહોંચવા માટે આણંદ ફાયરબ્રીગેડના -જવાનોએ સોજીત્રાના હાઈડ્રોલીક પ્લેટફોર્મનો સહારો લીધો હતો અને તેના આધારે સાત કલાકની ભારે જહેમત બાદ -આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ૮૦ થી ૯૦ લાખનું નુકશાન થયાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આગની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ જવા પામ્યા હતા. રાત્રીના સુમારે આગ લાગી હોય, કોઈ જાનહાની કે દઝાયાના સમાચાર જાણવા મળ્યા નથી. આગ કયા કારણોસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. આગ લાગવાના કારણે અંગે એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઈ છે.

Download Our App:

Get it on Google Play