Aapnucity News

15થી વધુ દુકાનોમાંથી 90 કિલો પ્લાસ્ટીક જપ્ત, 1 લાખ દંડ વસુલ્યો

કરમસદ આણંદ મનપા દ્વારા જુલાઇ માસ દરમિયાન આણંદ સુપરમાર્કેટ, ગંજબજાર, સ્ટેશન રોડ ,વિદ્યાનગર અને કરમસદ ગામે આવેલી 50થી વધુ દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 15થી વધુ દુકાનોમાં 90 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને રૂ 1.03 લાખના દંડ સ્વરૂપે વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા લોકોને જાહેરમાં ગંદકી ન કરવા માટે જણાવાયું છે, અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરે તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે, અને જે લોકો જાહેર આરોગ્યને નુકસાન થાય તે રીતે ગંદકી કરતા હશે કે જાહેરમાં કચરો નાખતા હશે તો આવા લોકોની સામે કાયદાની જોગવાઈને આધિન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Download Our App:

Get it on Google Play