Aapnucity News

78 શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક પત્રો અપાયા

આણંદ જિલ્લામાં સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીના હસ્તે 78 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં આ નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ઓનલાઈન પદ્ધતિથી શિક્ષણ સહાયકોની ફાળવણી કરવામાં આવી હતી.

Download Our App:

Get it on Google Play