Aapnucity News

બી.એ.પી.એસ સ્વામિનારાયણ છાત્રાલયના યુવકોએ ષષ્ટિપૂર્તિ વર્ષ નિમિતે કઠોળનો હિંડોળો બનાવ્યો

બી.એ.પી.એસ સ્વામિનારાયણ છાત્રાલય, વિદ્યાનગર ( APC )નુ હાલ ષષ્ટિપૂર્તિ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણા અને સંતોના માર્ગદર્શન હેઠળ છાત્રાલયના યુવકો વિવિધ વ્રતો અન સેવામાં જોડાય છે. આ વર્ષે સુશોભિત હિંડોળાનું નિર્માણ છાત્રાલયનાં યુવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં છાત્રાલયના ષષ્ટિપૂર્તિ વર્ષ નિમિત્તે યુવકોએ કુલ ૬૦ કલાક મહેનત કરીને કઠોળનો કલાત્મક હિંડોળો રચ્યો છે.જેમાં ભગવાન સ્વામિનારાયણની મુર્તિ બિરાજિત કર્યા છે જેના સૌ દર્શન કરે છે. આમ યુવકોની સેવા- ભક્તિનું અનોખુ ઉદાહરણ અહી વિદ્યમાન જણાય છે.

Download Our App:

Get it on Google Play