Aapnucity News

ખંભાતના વડગામ દરિયાઈ વિસ્તારમાં કાળિયાર હરણ દેખા દેતા રેસ્ક્યુ કરાયું

ભાવનગર વિસ્તારમાં જોવા મળતાં કાળિયાર હરણ ખંભાતના વડગામ વિસ્તારમાં જોવા મળ્યું હતું. જેથી વન વિભાગને જાણ કરવામાં આવતાં રેસ્કયુ કરીને સલામત રીતે નંદેલી નર્સરીમાં ખસેડવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વેળાવદર ગામ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન માટે જાણીતું છે.કાળિયાર હરણ વેરાવદર વિસ્તારમાં વધુ જોવા મળે છે.જો કે ખંભાતના વડગામ ખાતે દરિયાઈ વિસ્તારમાં કાળિયાર હરણએ દેખા દીધી હતી.જેની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. સૌ પ્રથમ ખંભાત વનવિભાગે કાળિયાર હરણનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું.અને ત્યારબાદ હરણ મોઢાના ભાગેથી ઇજાગ્રસ્ત છે તેવી જાણ થતા વનવિભાગે તાત્કાલિક ધોરણે ડોક્ટર મારફતે સારવાર કરાઇ હતી.અને ત્યારબાદ નંદેલી ખાતે નર્સરીમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની વનવિભાગે પૂરતી તકેદારી રાખી હતી.વેળાવદર વિસ્તારમાંથી પુખ્ત વયનું કાળિયાર હરણ છૂટું પડી ગયું હોઈ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં લાંબુ અંતર કાપીને ખંભાતના અખાતીય વિસ્તારમાં આવી પહોંચ્યું હતું.સારવાર હેઠળ હરણની હાલત તંદુરસ્ત જણાઈ આવી છે.ઉચ્ચ કક્ષા મંજૂરી મળતા તેને તેના નિવાસસ્થાને રિલીઝ કરાશે.

Download Our App:

Get it on Google Play