Aapnucity News

ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર ભાટ તલાવડી- લુણેજ કાંસ પર આવેલ બ્રિજ પર તા. ૩૧ ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર માટે કામચલાઉ પ્રતિબંધ

ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર ભાટ તલાવડી- લુણેજ કાંસ પર આવેલ બ્રિજ નવેસરથી બનાવવાની કામગીરીમાં બે માસનો સમય લાગે તેવી સંભાવના હોય જે અન્વયે તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર તા.૩૧ ડિસેમ્બર સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવા અંગેનો જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે તારાપુર- જીણજ ચોકડી થી ખંભાત તરફ જતો તમામ વાહનો વ્યવહાર તથા ખંભાત થી તારાપુર તરફ જતો તમામ વાહન વ્યવહાર પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેના ડાયવર્ઝન રૂટ જોઈએ તો, નાના તથા મધ્યમ વાહનો તારાપુર બાજુથી ખંભાત તરફ જતા વાહનો સાંઠ ચોકડી થી ડાબી બાજુ વળી રંગપુર ગામ થઈ નગરા થઈ ખંભાત તરફ જઈ શકશે. તદુપરાંત ખંભાત બાજુથી તારાપુર તરફ જતાં વાહનો નગરા ગામ થઈ રંગપુર ચોકડી થી ડાબી બાજુ વળી સાંઠ ચોકડી થી તારાપુર તરફ જઈ શકશે. ભારે વાહનો તારાપુર બાજુથી ખંભાત તરફ જતા વાહનો જીણજ ચોકડીથી જમણી બાજુ વળી ખંભાત ગોલાણા રોડ પર આવેલ દહેડાથી ટી. પોઈન્ટ થી ડાબી બાજુ વળી ખંભાત તરફ જઈ શકશે.તથા ખંભાત બાજુથી તારાપુર તરફ જતા વાહનો ગોલાણા રોડ પર આવેલ દહેડા ટી પોઇન્ટ થી જમણી બાજુ વળી જીણજ ચોકડી થી તારાપુર તરફ જઈ શકશે.

Download Our App:

Get it on Google Play