Aapnucity News

ડાકોરના રણછોડજી મંદિરમાં શાકભાજીના હિંડોળા બનાવ્યા

ડાકોરના રણછોડજી મંદિરમાં અષાઢ વદ બીજથી એક મહિના સુધી હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહિના દરમ્યાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે. ગઈકાલે શાકભાજી મોટા હિંડોળા ઉપર ઠાકોરજીને -બેસાડીને ઝુલાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડયા હતા. આખા મહિના દરમ્યાન વિવિધતાસભર હિંડોળા બનાવીને ઠાકોરજીને ઝુલાવવામાં આવનાર છે. હિંડોળા મહોત્સવનું અતિ મહત્વ સૌથી વધારે છે. વૈષ્ણવો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Download Our App:

Get it on Google Play