દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મધ્યગુજરાતની મહિસાગર નદી ઉપર બનેલો ગંભીરા બીજ તુટી જતાં જ ગંભીરા અને તેની આસપાસના ૫૦ જેટલા ગામોના પાંચ હજારથી વધુ નોકરીયાત વર્ગની હાલત કફોડી થઈ જવા પામી છે. કેટલાક નોકરીયાતો સમય અને નાણાં વેડફતા બચાવવા માટે નાવડીઓના સહારે નદી પાર કરી રહ્યા છે જેને લઈને મોટો અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગંભીરા, બામણગામ, નવાપુરા, દહેવાણ, સારોલ, કોસીન્દ્રા, નાની શેરડી, મોટી શેરડી સહિત આંકલાવ અને બોરસદ તાલુકાના અંદાજે ૫૦થી વધુ ગામોના ૫ હજારથી વધુ ગ્રામજનો પાદરા, એકલબારા, કરકડી ખાતે આવેલી વિવિધ કંપનીઓમાં નોકરી અર્થે જાય છે. પરંતુ ગંભીરા બીજ તુટી જતાં હવે આ તમામની હાલત કફોડી થઈ જવા પામી છે. વૈકલ્પિક રસ્તા તરીકે હવે માત્ર ઉમેટા બ્રીજવાળો. -જ રસ્તો હોય, ત્યાંથી જવા માટે ૩૫ કિલોમીટરનો વધુ ફેરો થઈ રહ્યો છે, જેને લઈને સમય અને નાણાંનો પણ વ્યર્થ થઈ રહ્યો છે. જેને લઈને કેટલાય નોકરીયાતો ગંભીરા બ્રીજથી નાવડીઓમાં બેસીને નદી પાર કરી સામા છેડે પહોંચી રહ્યા છે અને ત્યાંથી શટલ વાહનો હારા નોકરીના સ્થળે જઈ રહ્યા છે. હાલ મહિસાગર નદીમાં પાણીનો પ્રવાહ પણ વધુ છે. સાથે સાથે ચોમાસુ પણ ચાલી રહ્યું હોય, નાવડીઓમાં મુસાફરી કરવી જોખમી હોવા છતાં પણ. કેટલાય નોકરી કરતા ગ્રામજનો આ જોખમી સવારી કરી રહ્યા છે. કેટલાકની તો નોકરી પણ છુટી જવા પામી. છે. જેને લઈને રોજગારીની વિકટ સમસ્યા ઉભી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગંભીરા બ્રીજ તૂટી જતાં હજારો નોકરીયાતોને નાવડીની જોખમી સવારી કરવાનો વારો
