Aapnucity News

૨૬મી જુલાઈએ રાહુલ ગાંધી આણંદમાં : કોંગ્રેસના જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે

કોંગ્રેસ દ્વારા ગુજરાતના સંગઠન માળખામાં પ્રાણ ફૂંકવા માટે પ્રથમ ૫૦ જેટલા જીલ્લા અને -મહાનગર પાલિકાના પ્રમુખોની વરણી કર્યા બાદ પ્રદેશ પ્રમુખપદે અમિતભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ નવનિયુક્ત પ્રમુખોને ચૂંટણી લક્ષી તેમજ સંગઠનલક્ષી માર્ગદર્શન આપવા માટે આણંદની અંધારીયા ચોકડીએ આવેલા નિજાનંદ રીસોર્ટમાં ત્રણ દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૨૬મી તારીખના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવશે અને નવનિયુક્ત પ્રમુખોને માર્ગદર્શન આપનાર હોવાનું જાણવા મળ્યું છે. આ શિબિરમાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, સહિત અગ્રણીઓ અને ગુજરાતના ટોપ લેવલના નેતાઓ પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આગામી અમુલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશુપાલકો સાથે પણ સંવાદ કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. રાહુલ ગાંધી આણંદ આવી રહ્યા હોય, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Download Our App:

Get it on Google Play