નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ માર્કેટિંગ યાર્ડ, પીપલગ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની(MGVCL)ની નવી પેટા વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન કર્યું. એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવી પીપલગ પેટા વિભાગીય કચેરી હેઠળ 14 ગામોનો સમાવેશ કરાયો છે. આ ગામોમાં પીપલગ, ડુમરાલ, ઉત્તરસંડા, ભુમેલ, ગુતાલ, નરસંડા, બારબામરોલી, પીપલાતા, કેરીયાવી, મિત્રાલ, આખડોલ, વલેટવા, પાડગોલ અને ટૂંડેલનો સમાવેશ થાય છે. આ ગામોમાંથી 7 ગામ વસો સબ ડિવિજનમાંથી, 5 ગામ ચકલાસી સબ ડિવિજનમાંથી અને બે ગામ નડિયાદ ગ્રામ્ય સબ ડિવિજનમાંથી નવી કચેરી હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે. કુલ 14 ગામો અને તેમના પરા વિસ્તારોના અંદાજે 28,000 ગ્રાહકોની વીજ સંબંધિત ફરિયાદોનું નિવારણ હવે પીપલગથી જ કરવામાં આવશે. કાર્યક્રમમાં APMC વાઇસ ચેરમેન પ્રભાતસિંહ, કાર્યપાલક ઇજનેર કે.એમ.શાહ, અધિક્ષક ઇજનેર ટી.સી.વ્યાસ અને પીપલગ પેટા કચેરીના ડે.એન્જિનિયર સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી મનીષ, નલિનીબેન તેમજ સમાવિષ્ટ ગામોના તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને ડે.સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ માર્કેટિંગ યાર્ડ, પીપલગ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની(MGVCL)ની નવી પેટા વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન કર્યું. એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવી પીપલગ પેટા વિભાગીય કચેરી હેઠળ 14 ગામોનો સમાવેશ કરાયો છે. આ ગામોમાં પીપલગ, ડુમરાલ, ઉત્તરસંડા, ભુમેલ, ગુતાલ, નરસંડા, બારબામરોલી, પીપલાતા, કેરીયાવી, મિત્રાલ, આખડોલ, વલેટવા, પાડગોલ અને ટૂંડેલનો સમાવેશ થાય છે. આ ગામોમાંથી 7 ગામ વસો સબ ડિવિજનમાંથી, 5 ગામ ચકલાસી સબ ડિવિજનમાંથી અને બે ગામ નડિયાદ ગ્રામ્ય સબ ડિવિજનમાંથી નવી કચેરી હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે. કુલ 14 ગામો અને તેમના પરા વિસ્તારોના અંદાજે 28,000 ગ્રાહકોની વીજ સંબંધિત ફરિયાદોનું નિવારણ હવે પીપલગથી જ કરવામાં આવશે. કાર્યક્રમમાં APMC વાઇસ ચેરમેન પ્રભાતસિંહ, કાર્યપાલક ઇજનેર કે.એમ.શાહ, અધિક્ષક ઇજનેર ટી.સી.વ્યાસ અને પીપલગ પેટા કચેરીના ડે.એન્જિનિયર સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી મનીષ, નલિનીબેન તેમજ સમાવિષ્ટ ગામોના તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને ડે.સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ માર્કેટિંગ યાર્ડ, પીપલગ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીની નવી પેટા વિભાગીય કચેરીનું ઉદ્ઘાટન કર્યું.
