Aapnucity News

મોટી વિરાણીમાં રોજ સર્જાય છે આખલાયુદ્ધ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 23 : ગામમાં ચોમેર રઝળતા આખલા ઘણી વખત ઝઘડતા હોવાથી ભયનો માહોલ ઊભું કરે છે. આંખલા યુદ્ધથી લોકો પાયમાલ બન્યા છે. ક્યારેક તો શાકભાજી લઈ જતાં લોકોના દ્વિચક્રી વાહન કે હાથમાંથી ઝડપી લઈ જઈ નુકસાન કરે છે. એક અંદાજ મુજબ 50થી વધુ આખલા (નંદી) જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયત, બસ સ્ટેશન વિસ્તારમાં વધુ જોવા મળે છે, જ્યાં લોકોની અવરજવર વધારે પ્રમાણમાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નાની વિરાણીના એક રબારી વૃદ્ધને હડફેટે લઈ આખલાએ જીવ લીધો હતો. ગામના જાગૃત નાગરિકોના સૂચનો મુજબ ત્રાસ આપતાં આખલાઓને પકડી પાંજરાપોળમાં મોકલી આપવા જોઈએ. આ કામગીરી ગ્રામ પંચાયતના જવાબદારોને કરવી જોઈએ, તેવી માગણી ઊઠી હતી.

Download Our App:

Get it on Google Play