Aapnucity News

અબડાસામાં નિર્માણ પામતા લાખણિયા પુલનું કામ પ્રગતિમાં

ભુજ, તા. 23 : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં રોડ રીપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં રોડ રસ્તાના રીપેરિંગ સાથે ભયજનક બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. અબડાસા તાલુકામાં તેરા પાસે આવેલા લાખણિયા મોટા પુલની નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. હાલમાં બ્રિજનું મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ગયું હોવાથી આવનારા દિવસોમાં વાહનચાલકો આ નવીન બ્રિજનો ઉપયોગ કરી શકશે. લાખણિયા બ્રિજ નિર્માણ માટે ક્રેઇન સહિત વિવિધ મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વરસાદી સિઝનમાં ખાસ કરીને કોઇ પણ ગામ સંપર્ક વિહોણું બને નહીં તે ઉદ્દેશથી કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ બ્રિજ, પુલનાં કામને મંજૂરી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં ભયજનક હોય તેવા બ્રિજને તોડીને તેની જગ્યાએ નવા બ્રિજનાં નિર્માણ માટેની કામગીરી શરૂ કરાશે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનચાલકોને વહેલીતકે નવા બ્રિજની સુવિધા મળે, તે હેતુથી ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play