Aapnucity News

માતાના મઢ ખાતે વિકાસની ખૂટતી કડી પૂરવા માંગ

માતાના મઢ, તા. 23 : પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે વિકાસની ખૂટતી કડીઓ બાબતે રજૂઆત કરાઇ હતી. સરપંચ કાસમભાઇ કુંભાર, ઉપસરપંચ હિતેષભાઇ મહેશ્વરી, ઇબ્રાહિમ કુંભાર, અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ દ્વારા કચ્છ કલેક્ટર આનંદભાઇ પટેલની રૂબરૂ મુલાકાત લઇ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, માતાના મઢ યાત્રાધામ પ્રવાસન બોર્ડ દ્વારા થયેલા 32 કરોડના વિકાસકાર્યોની સરાહના છે, પણ આશાપુરા મુખ્ય મંદિરને જોડતા રસ્તાઓનું સમારકામ કરવું જરૂરી છે. વર્ષ 2007માં સિમેન્ટના રસ્તા બનાવાયા બાદ ગટર યોજનાને લગતાં કાર્યો માર્ગ સમારકામની જરૂર હોવાનું જણાવ્યું હતું. બજાર ચોકથી મંદિરના ગેટ નં. 4ના વિસ્તારમાં ચોમાસાં દરમ્યાન પાણીનો પ્રવાહ વહે છે, જેથી કાદવ-કીચડની સમસ્યા સર્જાય છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમ્યાન લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવે છે, ત્યારે તેમને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક અસરથી આ રસ્તાઓ બનાવવા માંગ કરાઇ હતી. સરપંચ કાસમભાઇના જણાવ્યા અનુસાર કલેક્ટર દ્વારા આ રસ્તા કામો માટે યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંકલન સાધી તાત્કાલિક ઉકેલ લવાશે તેવી બાંહેધરી અપાઇ હતી.

શેર કરો –

Download Our App:

Get it on Google Play