Aapnucity News

ભુજમાં નવો માર્ગ બને કે તુરત ખોદાય એ સિલસિલો યથાવત્

ભુજ, તા. 23 : શહેરમાં નવા માર્ગો બને અને વિવિધ કારણોસર ખોદી નાખવાનો વર્ષોથી ચાલી આવતો સિલસિલો કાયમ રહ્યો છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ભુજ સુધરાઈ દ્વારા તાજેતરમાં જ ન્યૂ લોટસ કોલોની ખાતે સિમેન્ટનો નવો માર્ગ બનાવાયો. હજુ તો કોલોનીના રહેવાસીએ આ સુવિધા પૂરતી માણે એ પહેલાં જ ગેસ લાઈનમાં ક્ષતિ હોવાનાં કારણ સાથે ખાડા ખોદી નખાયા. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષતિ નિવારણ ખાડા ભલે ખોદાય, પણ ત્યારબાદ તેનું પૂરાણ વ્યવસ્થિત રીતે કરાય તેની તસ્દી લેવાતી નથી અને જવાબદારીની એકમેક પર ફેંકાફેંક કરાતી રહે છે. ખરેખર તો ગેસ લાઈનના કોન્ટ્રાક્ટ લેનારે આ જવાબદારી સુધરાઈને આપવા કરતાં પોતે ખાડાનું વ્યવસ્થિત પૂરાણ કરે તેવી લોક માંગ ઊઠી છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play