Aapnucity News

લુણા બેટ પરથી શંકાસ્પદ ચરસનું પેકેટ મળ્યું

ભુજ, તા. 23 : અબડાસાના જખૌ બંદરના લુણા બેટ પરથી બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને શંકાસ્પદ ચરસનું પેકેટ મળ્યું હતું. આ અંગે બીએસએફની જી બ્રાન્ચે જાહેર કરેલી વિગતો મુજબ ગઇકાલે સવારે કોય કમાન્ડર બલજિતસિંહ, યુનિટ ઇન્સ્પેક્ટર વિનોદકુમાર, યુનિટ ટીમના ભરતલાલ શર્મા, કિશોરીલાલ સહિતની 12 સભ્યની યુનિટ ટીમ વોટર બોટ મારફત લુણા બેટ વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે તલાશી અભિયાન આદર્યું હતું. પેટ્રોલિંગ પાર્ટી દ્વારા ડ્રોન પણ ઉડાડવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ પાર્ટીને એક શંકાસ્પદ ચરસનું પેકેટ મળ્યું હતું, જેને જખૌ મરિન પોલીસને સોંપવામાં આવ્યો છે.

શેર કરો –

Download Our App:

Get it on Google Play