Aapnucity News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે આણંદ આવશે:નાવલી ખાતે NCC લિડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે

આવતીકાલે 25 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે. આ એકેડમી ગુજરાત સરકારના માર્ગદર્શન અને સહયોગથી નિર્માણ પામી છે. એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે એક-એક એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમી શરૂ થશે. આનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં રૂપિયા 5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ અને તાલીમની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. બીજા ફેઝમાં રૂપિયા 25 કરોડના ખર્ચે વધુ સુવિધાઓ ઉભી કરાશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે. યુવાનોને આધુનિક માનસિક અને શારીરિક તાલીમ આપવા માટે એકેડમીમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આમાં ડ્રીલ ગ્રાઉન્ડ, ફાયરીંગ રેંજ, રૉક ક્લાઇમ્બિંગ વૉલ અને અવરોધ માર્ગનો સમાવેશ થાય છે. ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલ, બોયસ હોસ્ટેલ, ડિજીટલ ક્લાસરૂમ્સ, ડાઈનીંગ હોલ, ઓડિટોરિયમ અને ઓફિસર્સ મેસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Download Our App:

Get it on Google Play