Aapnucity News

અંજારમાં રોટરી- રોટરેક્ટ ક્લબના પદાધિકારીઓએ શપથ લીધા

અંજાર, તા. 23 : અંજાર રોટરી અને રોટરેક્ટ ક્લબના નવા વરાયેલા પ્રમુખ સહિતના અધિકારીઓએ શપથ લીધા હતા સાથે ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે નરેન્દ્ર કાપડી, મંત્રી ધર્મેશ પલણ તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તથા રોટરેક્ટ ક્લબ અંજારના નવા પ્રમુખ તરીકે નિધિ આહિર, મંત્રી મિત ગોસ્વામી તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે શપથ લીધા હતા. રોટરી ક્લબના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેકટ નૈમિશભાઇ રવાણી અમદાવાદથી આવ્યા હતા. રોટરેક્ટ ક્લબના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઝોન 16ના આસિસ્ટન્ટ ગવર્નર રાજેશ પલણ રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ નૈમિશભાઇએ મનુષ્યનું જીવન સેવા-સત્કર્મોથી સાર્થક થાય છે તેમ જણાવ્યું હતું. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના નવા પ્રમુખ નરેન્દ્ર કાપડી તથા રોટરેક્ટ ક્લબના નવા પ્રમુખ નિધિ આહિરે નવાં વર્ષના ભાવિ આયોજન પર પ્રકાશ પાડયો હતો. રોટરીના સુનિલ મહેતા તથા રોટરેક્ટના વિશાખા ઠક્કરે ગત વર્ષનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. સ્વાગત પ્રવચન હરેશ ઠક્કર, ઇન્સ્ટોલેશન ઓફિસરનો પરિચય સુનિલ જોબનપુત્રા, ફોર વે ટેસ્ટનું વાંચન સ્મિત સોની અને આભારવિધિ મંત્રી ધર્મેશ પલણે કરી હતી, કાર્યક્રમનું સંચાલન રાજા દક્ષિણિએ કર્યું હતું. વિધાર્થીઓનાં સન્માનનું સંચાલન ચંદ્રકાન્ત પલણે કર્યું હતું. આ શપથવિધિ સમારંભમાં શહેરના ધોરણ 10 તથા 12માં પ્રથમ, દ્વિતિય નંબરે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન શિવજી ત્રિકમજી પલણ પરિવાર તથા મુરજી પરસોતમ દક્ષિણિ પરિવારે કર્યું હતું.

શેર કરો –

Download Our App:

Get it on Google Play