ભુજ, તા. 23 : અહીંના વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજના સંયુક્ત ઉપક્રમે સ્વ. રમાકાંતભાઇ અને સ્વ. ભદ્રાબેન વૈષ્ણવની સ્મૃતિમાં આયુર્વેદ સારવાર કેમ્પનું તાજેતરમાં આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અખિલ ભારતીય નાગર પરિષદ કચ્છ શાખા રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો આરસીસી હાટકેશનો સહયોગ સાંપડયો હતો.આ કેમ્પમાં વિવિધ રોગનું નિદાન કરી દવાનું વિતરણ કરાયું હતું. દરેક પ્રકારના દર્દો માટે ઉપયોગી આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હિમોગ્લોબિનની તપાસણી પણ કરાઇ હતી. ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિવાસી તબીબ ડો. કુંદનબેન ગઢવી, ડો. બરખાબેને પોતાની સેવાઓ આપી હતી. યોગ ચિકિત્સક સમીરભાઇ સોલંકીએ યોગ અને તેના ફાયદાની સમજ આપી હતી. આ કેમ્પમાં 100થી વધારે લોકોનાં દર્દનું સારવાર-નિદાન કરાયું હતું. આ અગાઉ કેમ્પનું ઉદ્ઘાટન જ્ઞાતિ પ્રમુખ અતુલ મહેતા, નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. દેવચંદભાઇ ગાલા, કુંદનબેન ગઢવી, રોટરી ફ્લેમિંગોના પ્રમુખ ધવલ પાઠક, આરસીસી પ્રમુખ કલ્પેશ અંજારિયા, ફ્લેમિંગોના રિજિયોનલ કો-ઓર્ડિનેટર મિલિન્દ વૈદ્યના હાથે દીપ પ્રાગટય કરાયું હતું. સમારંભનું સંચાલન ડો. ઉર્મિલ હાથીએ કર્યું હતું. આ અવસરે ફ્લેમિંગોના મંત્રી દિનેશ રામાનુજ, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રાર્થન અંજારિયા, જ્યોતિર્ધર ધોળકિયા, આરસીસીના મંત્રી નરેશ અંતાણી, જ્ઞાતિ ખજાનચી દિવ્યાંશુ ધોળકિયા, ટ્રસ્ટીઓ ભૌમિક વચ્છરાજાની, કેતન વૈષ્ણવ, સુનિલ માંકડ, મનિષ વૈદ્ય, જયેશ બૂચ તથા મલ્હાર બૂચ ઉપસ્થિત રહ્યા હતા.
શેર કરો –