Aapnucity News

ઝારોલામાં મૃતકના પરિવારને ૪ લાખની સહાય અપાઇ

બોરસદ તાલુકાના ઝારોલા ગામના દર્શિતભાઈ અશ્વિનભાઈ પરમાર (ઉંમર – ૧૭ વર્ષ) નું ભારે વરસાદ દરમિયાન વીજળી પડતાં દુઃખદ અવસાન થયું હતું, તેમના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂ. ૪,૦૦,૦૦૦/- (ચાર લાખ) ની આર્થિક સહાયનો ચેક નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના માન. ધારાસભ્ય રમણભાઈ સોલંકી હસ્તે આપવામાં આવ્યો હતો. સહાયની રકમનો ચેક વિતરણ દરમિયાન બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ, , બોરસદ તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ, ઝારોલા સરપંચ ધવલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Download Our App:

Get it on Google Play