અમદાવાદ, તા. 23 : વિશ્વભારતી સંસ્થાન તથા એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે `જુઇ-મેળો’ કવિયત્રી સંમેલનનું આયોજન કરાયું હતું. સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીનાં દિવ્ય આશીર્વાદ સાથે આ આયોજન સફળ રહ્યું હતું. `જુઇ-મેળો’ એટલે પ્રસન્નતા, પાંખવાળી પંક્તિઓ અને સંસ્કારી અવાજની એક સંગમયાત્રા, `જુઇ-મેળો’ સાહિત્યની વિવિધ શૈલીઓ, શૃંગાર દેશભક્તિ અને જીવન-વિમર્શના વિચારો જનમાનસમાં પ્રવેશ્યા હતા. દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય અર્જુનકુમાર શામલના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વિશેષ ઉપસ્થિતિ ડો. ચિંતન જોશીની રહી હતી. ગુજરાતની 13 કવયિત્રીએ પોતાનાં હૃદયમાંથી ઉઠેલી રચનાઓ રજૂ કરી શ્રોતાઓના હૃદયકમળમાં કાવ્ય પંક્તિઓથી મધુરતા પ્રસરાવી હતી. ઉષા ઉપાધ્યાય, પ્રીતિ પુજારા, પૂર્વી બ્રહ્મભટ્ટ, ગોપાલી બૂચ, માર્ગી દોશી, જ્યોતિ રામાણી, વર્ષા પ્રજાપતિ, નિયતી અંતાણી, કીર્તિદા બ્રહ્મભટ્ટ રેણુકા દવે, ભાર્ગવી પંડયા, જિજ્ઞા વોરા અને નિરાલી પટેલે પોતાની રચનાઓ રજૂ કરી હતી. કવિતાઓની સાથે સાથે હાસ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. ગૌરી શાહે `હાસ્ય હિલ્લોળ’ નામથી શ્રોતાઓને હસાવ્યા હતા. સંચાલન વર્ષા પ્રજાપતિએ સંભાળ્યું હતું. એસજીવીપી સંસ્થાના અધ્યક્ષ શાત્રી માધાપ્રિયદાસજી સ્વામીની અનુકંપાથી આ કવિયત્રી સંમેલન યોજાયું હતું. સૂત્રસાંકળ ગૂંથાયું. સ્વામીજીએ સર્વ કવિત્રીઓને સંસ્થામાં આવકારતો સંદેશો શાળાના આચાર્ય દ્વારા પાઠવ્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રતિનિધિઓ, અર્જુન શામલ અને પ્રો. કૌશલ ઉપાધ્યાયે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કવિતા સભામાં ત્રી રચના શક્તિ, ગુજરાતી ભાષાનો વૈભવ અને સંસ્કૃતની ગૌરવ ગાથાનો સંગમ જોવા મળ્યો હતો.
શેર કરો –