Aapnucity News

પેટલાદના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવતાં મહિલાઓનો ભારે વિરોધ

પેટલાદ શહેરના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીના કર્મચારીઓ બપોરના સમયે સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા.વીજ કંપનીના કર્મચારીઓએ રહીશોને પૂછ્યા વગર આડેધડ મીટરો કાઢી નાખી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા મહિલાઓ સહિત સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મામલો ગરમાયો હતો. જેના પગલે પેટલાદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઇને મામલો થાળે પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્માર્ટ મીટરને લઈને વિવિધ સ્થળોએ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પેટલાદ તાલુકાના લક્કડપુરા નજીક આવેલ ગોપાલપુરા વિસ્તારમાં વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર આડેધડ સ્માર્ટ મીટર લગાવતા રહીશોમાં રોષ ફેલાયો હતો અને લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

Download Our App:

Get it on Google Play