Aapnucity News

નડિયાદ નાઈટ સાયકલોથોન:ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ ત્રણ કિલોમીટરની સાયકલ રેલીમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવા માટે નાઈટ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી.એચ.સોલંકીએ ફ્લેગ ઓફ કરીને કર્યો હતો. ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આયોજિત આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. સાયકલોથોનનો રૂટ ખેતા તળાવથી શરૂ થઈને વાણીયાવાડ, કિડની હોસ્પિટલ, પારસ સર્કલ થઈને પાછા ખેતા તળાવ સુધીનો ત્રણ કિલોમીટરનો હતો. સહભાગીઓએ આ રૂટ માત્ર 12 મિનિટમાં પૂર્ણ કર્યો હતો. આ ઇવેન્ટની વિશેષતા એ હતી કે તે કોઈ પ્રતિસ્પર્ધા ન હતી. તેનો હેતુ મેદસ્વીતા સામે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ સ્વયં સાયકલ ચલાવીને નગરજનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.

Download Our App:

Get it on Google Play