Aapnucity News

આખરે ગંભીરા બ્રિજ પર 15 દિવસથી લટકેલું આ ટેન્કર હેવી ક્રેનની મદદથી ઉતારી આપવા સરકારની સૂચના

આણંદ અને વડોદરાને જોડતો તેમજ સૌરાષ્ટ્ર જવા માટેનો ખાસ ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તૂટી પડ્યો હતો. આ ઘટનાને લઈને જનતામાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી. હાલમાં બનેલ આ ઘટનાને લઈને કેબિનેટમાં ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે, આ ઘટનામાં એક ટેન્કર છેલ્લા 15 દિવસથી બ્રિજ પર લટકેલું છે. આ કેબિનેટમાં ટેન્કરને ઉતારવાની કવાયત તૈયાર કરવામાં આવી છે. 15 દિવસ સુધી લટકેલું આ ટેન્કર હેવી ક્રેનની મદદથી ઉતારી આપવા સરકારની સૂચના છે. આણંદ કલેક્ટરને 2 દિવસની અંદર ટેન્કર ઉતારવાની સૂચના અપાઈ છે. એર ફોર્સે હેલિકોપ્ટરથી ટેન્કર ઉતારવાનો ઇન્કાર કર્યો. નોંધનીય છે કે, માર્ગ અને મકાન વિભાગની વિનંતી માન્ય રાખવામાં ન આવી. 20 ટન વજન અને 50 મીટરની ઊંચાઈએ ટેન્કર લટક્યું છે. હાલમાં ટેન્કર ઉતારવાની ક્ષમતા ધરાવતી ક્રેન શોધવા માટે પ્રશાસનની દોડધામ ચાલુ છે.

Download Our App:

Get it on Google Play