Aapnucity News

મોટા સમાચાર / 75 લાખ પરિવારોના તહેવાર સુધરશે, રાજ્ય સરકારે લીધો ખુશ કરી દેતો નિર્ણય

આગામી દિવસોમાં રાજ્યમાં જન્માષ્ટમી સહીતનાં તહેવારો શરુ થશે ત્યારે ગુજરાતનાં 75 લાખ પરિવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજયના અંત્યોદય અને BPL પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

કુંવરજી બાવળીયાએ શું કહ્યું ?

મંત્રી કુંવરજી બાવળીયાએ વધુ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-N.F.S.A. 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે. આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા. ખાંડ, એટલે કે BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે.અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત N.F.S.A. હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને દર માસે ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

Skip
ADVERTISEMENT

કુંવરજી બાવળીયાએ શું કહ્યું ?

મંત્રી કુંવરજી બાવળીયાએ વધુ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-N.F.S.A. 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે. આ ઉપરાંત BPL અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા. ખાંડ, એટલે કે BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે.

ADVERTISEMENT

75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને મળશે લાભ

ADVERTISEMENT

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત N.F.S.A. હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોના કુટુંબના 3.18 કરોડ સભ્યોને દર માસે ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે શું કહ્યું ?

આ મામલે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહ પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી ઓગષ્ટ-2025ના જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, N.F.S.A.હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ સિવાય N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા Non N.F.S.A BPL કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.1 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે આપવામાં આવશે.

Download Our App:

Get it on Google Play